MORBI:મોડાસાથી મોરબી આવેલી એસટી બસમાંથી અજાણ્યા મુસાફરનો મૃતદેહ મળતા ચકચાર

MORBI:મોડાસાથી મોરબી આવેલી એસટી બસમાંથી અજાણ્યા મુસાફરનો મૃતદેહ મળતા ચકચાર
મોડાસાથી મોરબી આવી પહોંચેલી ગુજરાત એસ.ટી. નિગમની બસમાંથી એક મુસાફર મૃત હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બસ મોરબી બસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તમામ મુસાફરો ઉતરી ગયા હતા, પરંતુ એક મુસાફર પોતાની સીટ પર નિષ્ચેષ્ટ હાલતમાં બેસી રહ્યો હતો.
એસ.ટી. કંડક્ટરે બસ ખાલી કરાવતી વખતે આ મુસાફરને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ હલનચલન કે પ્રતિભાવ ન મળતા શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા આ મુસાફરનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૃતક મુસાફર અમદાવાદથી આ બસમાં બેઠો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો બસ સ્ટેશને દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક વ્યક્તિ કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરુ કરી છે.









