DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદના સાંગા ગામે ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીમાંથી રાત્રીના સમયે તમ્બાકુ અને સિગારેટના બંડળો ચોરી થવા મામલે બે ચોરોને લાખો રૂપિયાના ચોરીના માલ સાથે ઝડપી લીધા 

તા.૨૭.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Ajay સાંસી દાહોદ

Dahod:દાહોદના સાંગા ગામે ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીમાંથી રાત્રીના સમયે તમ્બાકુ અને સિગારેટના બંડળો ચોરી થવા મામલે બે ચોરોને લાખો રૂપિયાના ચોરીના માલ સાથે ઝડપી લીધા

દાહોદના રળીયાતી સાંગા ગામે આવેલી ભવાની એજન્સીમાંથી તમ્બાકુ સિગારેટના થેલાના થેલા ચોરી લઈ જવાની ઘટનામાં LCB પોલીસે 2 આરોપીઓને 3 લાખ ઉપરાંતના ચોરીના માલ સાથે ઝડપી લીધા રળિયાતી ગામના સાંગા ફળીયા ગરબાડા રોડ પર આવેલી ‘ભવાની એજન્સી’માં રાત્રીના સમયે કેટલાક સાતીર ચોરો ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાનો તમ્બાકુ સિગારેટનો માલ સામાન ચોરી કરી લઈ જનારા બે શાતિર ચોરોને દાહોદ LCB પોલીસે 6 લાખ ઉપરાંતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રળિયાતી ગામ સાંગા ફળીયા ગરબાડા રોડ ઉપર આવેલી ‘ભવાની એજન્સી’ નામની દુકાનમાં રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ચોરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં દુકાનમાંથી રોકડ રકમ 30 હજાર અને પાન-મસાલાની બોરીઓ ગાયબ થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાની ગંભીરતા જોઈને દાહોદ LCB ની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી અને LCB ટીમે દુકાનમાં લાગેલા સીસીટીવીના આધારે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન LCB પોલીસને સચોટ બાતમી મળી કે એક શંકાસ્પદ ઈસમ કતવારા બજારમાં સસ્તા ભાવે પાન-પડીકીના પેકેટ વેચવા માટે જઈ રહ્યો છે અને તે હાલમાં દશલા રોડ ઉપર ઉભો છે તેવી બાતમી આધારે LCB પોલીસે પહોંચી ને એ શંકાસ્પદ ઈસમને દબોચી લીધો અને પોલીસની કડક પૂછપરછ આગળ ચોર ભાંગી પડ્યો હતો જેમાં પકડાયેલા આરોપીની ઓળખ કિરીટ મથુરભાઈ બામણ્યા તરીકે થઈ હતી. અને તેણે કબૂલાત કરી હતી કે પોતાના અન્ય મિત્રો સાથે મળીને આ ચોરીનો ખેલ રચ્યો હતો.અને ચોરીનો મુદ્દામાલ તેમને તેના મિત્ર સાગર રાઠોડને ત્યાં લીલર ગામે મુક્યો હતો જેમાં LCB પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બીજા આરોપી સાગર સુરેશભાઈ રાઠોડને પણ ઝડપી લીધો હતો તમ્બાકુ અને સિગારેટ નો કુલ 3 લાખ 75 હજાર 400 રૂપિયાના માલની ચોરી કરી હતી આ સમગ્ર મામલો દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો જેમાં LCB પોલીસે આ શાતિર ચોરો પાસેથી કુલ ₹ 6,85,400/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે: રોકડ રકમ પાન-પડીકીનો મોટો જથ્થો સિગારેટના બંડલ એક ફોર વ્હીલર કાર મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું છે જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અન્ય ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા છે. હાલ તો દાહોદ પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!