GUJARATTHARADVAV-THARAD

ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ: વાવ-થરાદમાં કલેક્ટરને આવેદનપ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

સમગ્ર દેશમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની તથા ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ સાથે ચાલી રહેલા અભિયાનના અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં હિંદુ સમાજના આગેવાનો, ગૌભક્તો, સાધુ-સંતો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં ગાયને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું પ્રતિક ગણાવી તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ દેશભરમાં ગૌહત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવા તેમજ ગૌસંરક્ષણ માટે અસરકારક કાયદાકીય પગલાં ભરવા સરકારને અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ગાય પ્રત્યે દેશના કરોડો લોકોની ધાર્મિક લાગણી અને શ્રદ્ધા જોડાયેલી છે. તેથી ગૌસંરક્ષણને વધુ મજબૂત બનાવવા સરકાર કડક નીતિ અપનાવે અને ગૌહત્યાને સંપૂર્ણપણે અટકાવવા અસરકારક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી સંબંધિત વિભાગ સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો, ગૌસેવકો, સાધુ-સંતો અને નાગરિકો ઉપસ્થિત રહી ગૌસંરક્ષણના સમર્થનમાં પોતાની એકતા દર્શાવી હતી.

Back to top button
error: Content is protected !!