GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત,કાલોલના યુવકનું મોત, પરિવારમાં શોકનો માહોલ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૭.૨૦૨૬

હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર જીવ જોખમ માં મૂકે તેવી રીતે અડચણ રૂપ ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ ગયેલ કાલોલ ના આશાસ્પદ બાઈક ચાલક યુવાન નું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી બનાવ સંદર્ભે હાલોલ પોલીસે ટ્રક ચાલાક સામે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ ના રણછોડજી મંદિર ફળિયામાં આવેલ રણછોડજી મંદિર ના મુખિયાજી નો પુત્ર નિત્ય શૈલેષભાઇ જોશી ઉ.વ. 20 ના ઓ સિગ્મા યુનિવર્સીટી ખાતે આઈ ટી એંજીન્યરિંગ માં અભ્યાસ કરતો હતો અને ગત રોજ રવિવાર ના દીવસે બપોરે પોણા ત્રણ વાગ્યા ના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે થી બાઈક લઇ વડોદરા જવા માટે નીકળ્યો હતો.દરમ્યાન હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર હોટલ અતિથિ પાસે પસાર થતો હતો ત્યારે એક ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક રોડ પર જીવ જોખમમાં મૂકે તેવી રીતે અડચણરૂપ ઉભી રાખી હતી.નિત્ય જોશી ની બાઈક તે ટ્રક ની પાછળ થી અથડાઈ જતા તેને શરીર પર ગંભીર ઇજા ઓ થઇ હતી.અકસ્માત સર્જાતા રાહદારીઓને લોકટોળા જમ્યા હતા.જે પૈકી એકે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત નિત્ય ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ ની જાણ હાલોલ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. બાઈક ચાલાક ની ઓળખ છતી કરી નિત્ય જોશી ના પરિવારજાણો ને જાણ કરતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માત માં કાલોલ રણછોડજી મંદિર ના મુખિયાજીનો એકનો એક પુત્ર અને બે બહેનો વચ્ચે એક ના એક ભાઈ નું મોત નિપજ્યા હોવાની વાત કાલોલ નગર માં ફેલાતા લોકો મોટી સંખ્યામાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રક ચાલાક ટ્રક ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે મૃતક નું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી પરિવારજનોને સોંપતા આજે સોમવારે સવારે કાલોલ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેને લઇ કાલોલ માં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!