GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

માણાવદરમાં પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ : લોકોને ઝેરમુક્ત શાકભાજી અને ખેત ઉત્પાદનો મળશે

માણાવદરમાં પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ : લોકોને ઝેરમુક્ત શાકભાજી અને ખેત ઉત્પાદનો મળશે

માણાવદર ખાતે સ્થાનિક નાગરિકોને શુદ્ધ અને રસાયણમુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવ્યું છે. માણાવદર મામલતદાર કચેરીના પ્રાંગણમાં મામલતદાર એમ.ડી. શુકલ અને સિંચાઈ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ છૈયાએ આ ‘પ્રાકૃતિક કૃષિ હાટ’ નો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો.ગુજરાત સરકાર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે આ હાટનો પ્રારંભ કરાયો છે. ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી ઝેરમુક્ત અને રસાયણમુક્ત પેદાશોનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે આશય સાથે શરૂ થયેલો આ હાટ દર સોમવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભરાશે, જેથી ગ્રાહકો સીધા ખેડૂતો પાસેથી તાજી અને શુદ્ધ પેદાશો ખરીદી શકશે. લોકોને પોતાના સ્વાસ્થ્યની જાળવણી અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રાકૃતિક હાટનો મહત્તમ લાભ લેવા અપીલ પણ કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે આત્મા પ્રોજેક્ટના હિરલબેન દિપકભાઈ બગથરીયા, સાગરભાઈ વરોતરિયા, દિપેનભાઈ વાછાની તેમજ મોટી સંખ્યામાં કૃષિ સખી બહેનો અને સી.આર.પી. ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!