MORBI:મોરબી હાઇવે પર નંબર પ્લેટ વગર નીકળેલા શંકાસ્પદ બાઇક ચાલકને પોલીસે રોક્યો, તપાસમાં રાજકોટથી ચોરાયેલું બાઇક નીકળ્યું

MORBI:મોરબી હાઇવે પર નંબર પ્લેટ વગર નીકળેલા શંકાસ્પદ બાઇક ચાલકને પોલીસે રોક્યો, તપાસમાં રાજકોટથી ચોરાયેલું બાઇક નીકળ્યું
મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ટાફને ગુનાખોરી ડામવા અને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ફન હોટલ પાસેથી આગળની નંબર પ્લેટ વગર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને ઝડપી પાડી, રાજકોટથી ચોરાયેલું મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે.
એલ.સી.બી. અને પેરોલ સ્ટાફ મોરબી-માળીયા નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ફન હોટલ નજીકથી આગળની નંબર પ્લેટ વગરનું એક મોટરસાયકલ મોરબી તરફ શંકાસ્પદ રીતે આવતું જણાયું હતું. પોલીસે તુરંત બાઇક ચાલકને રોકીને પૂછપરછ કરી હતી અને બાઇકના કાગળો માંગતા તેની પાસે કોઈ આધાર-પુરાવા મળી આવ્યા નહોતા.
પોલીસે બાઇકની માલિકી અંગે કડક પૂછપરછ કરતા, ચાલકે સ્વીકાર્યું હતું કે આ બાઇક તેણે આશરે ૨૦ દિવસ પહેલા રાજકોટના મોરબી જકાતનાકા પાસેથી ચોરી કર્યું હતું.
પકડાયેલ આરોપીની વિગત: હનુભાઇ સુરાભાઇ વાઘેલા (ઉંમર વર્ષ ૩૫)રેસીડન્સ: મોટા દેવળીયા (બસ સ્ટેશન પાસે), તા. બાબરા, જી. અમરેલી‘પોકેટકોપ’ની મદદથી ગુનો ડિટેક્ટ થયો
પોલીસે શંકાસ્પદ મોટરસાયકલ અંગે ‘પોકેટકોપ’ (Pocket Cop) એપ્લિકેશનમાં સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે, આ વાહન ચોરી અંગે રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયેલો હતો. આ ચોરીનો ગુનો અત્યાર સુધી વણશોધાયેલો (અનડિટેક્ટ) હતો.૧. ચોરીનું મોટરસાયકલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ-૧૦૬(૧) મુજબ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યું છે.આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ-૩૫(૧)(ઇ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી અને મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.આ અંગે રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.








