GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભારે શરીર, સરળ ઉકેલ :: જમીન પર થતા ‘ઈઝી યોગ’ વડે ઓછી મહેનતે ઘટાડો મેદસ્વિતા’

સવારની ૧૫ મિનિટનું ફેટ બર્નિંગ રૂટિન :: પેટ અને કમરની ચરબી ઓગાળી મેળવો આખો દિવસ સુપર એનર્જી

આજના દોડધામભર્યા અને બેઠાડુ જીવનમાં મેદસ્વિતા (Obesity) એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જે લોકોનું વજન વધારે હોય છે, તેમને સૌથી મોટી મૂંઝવણ એ થાય છે કે તેમનાથી ભારે કસરતો કે અઘરા આસનો થઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં વજન ઘટાડવાની તીવ્ર ઘેલછામાં અઘરી કસરતો કરવા જતાં ઘૂંટણ કે કમરમાં ઈજા થવાનું જોખમ રહે છે.પોતાની શારીરિક ક્ષમતા મુજબ આસાન યોગ અપનાવીએ તો આપણે નિરોગી બની શકીએ. વધારે વજન ધરાવતા લોકો માટે યોગ એ કઠિન સાધના નથી, પરંતુ જમીન પર ચટાઈ પાથરીને શાંતિથી થઈ શકે તેવી સાદી અને અસરકારક પ્રક્રિયા છે. તે માટે દરરોજ ૬ મહિના સુધી ઘરે બેસીને જ જમીન પર કરવાનો સવારનો ૧૫ મિનિટનો સાદો ‘મોર્નિંગ યોગ’ ક્રમ આ મુજબ છે. સવારે ઊઠીને ૧ ગ્લાસ નવશેકું પાણી પીધા પછી, ચટાઈ પર શાંતિથી બેસીને કે સૂઈને આ આસનો કરવાથી શરીરના સાંધા પર વજન આવ્યા વગર ચરબી ઓગળવાનું શરૂ થાય છે.

૧. બદ્ધકોણાસન (Butterfly Pose) – ૨ મિનિટ માટે

કેવી રીતે કરવું : જમીન પર ટટ્ટાર બેસીને બંને પગના તળિયા એકબીજા સાથે અડાડો. હાથથી પંજા પકડીને ઘૂંટણને પતંગિયાની પાંખોની જેમ ધીમે-ધીમે ઉપર-નીચે કરો. આવું ઓછામાં ઓછું ૨ મિનિટ માટે કરો.

ફાયદો : થાપા (Hips) અને જાંઘ (Thighs) ની જકડાયેલી ચરબી છૂટી પડે છે અને પેલ્વિક ભાગમાં બ્લડ સરક્યુલેશન વધે છે.

૨. માર્જરી-બિડાલ આસન (Cat-Cow Pose) – ૨ મિનિટ

કેવી રીતે કરવું : જમીન પર બંને હાથ અને ઘૂંટણ ટેકવીને ‘ટેબલ’ જેવી સ્થિતિમાં આવો. શ્વાસ અંદર લેતા પીઠને નીચે ઝુકાવો અને મોં ઉપર કરો. શ્વાસ બહાર કાઢતા પીઠને ધનુષ્યની જેમ ઉપર ગોળ કરો. આવું ૫-૬ વખત કરવું.

ફાયદો : કમરનો દુખાવો ગાયબ થાય છે અને પેટની આજુબાજુ જમા થયેલી ચરબી સક્રિય થઈને ઓગળવા લાગે છે.

૩. ભુજંગાસન (Cobra Pose) – ૨ મિનિટ

કેવી રીતે કરવું : જમીન પર પેટના બળે સીધા સૂઈ જાઓ. બંને હાથ છાતીની બાજુમાં રાખી, શ્વાસ અંદર લેતા શરીરને માત્ર નાભિ (પેટ) સુધી જ ઉપર ઉઠાવો. ૫ સેકન્ડ રોકાઈને નીચે આવો. આવું ઓછામાં ઓછું ૨ મિનિટ માટે કરવું જોઈએ.

ફાયદો : પેટના સ્નાયુઓ ખેંચાય છે, જેથી બેલી ફેટ (Belly Fat) ઘટે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

૪. મર્કટાસન (Spinal Twist) – ૩ મિનિટ

કેવી રીતે કરવું : પીઠના બળે જમીન પર સીધા સૂઈ જાઓ. બંને હાથ સાઈડમાં ફેલાવો. બંને પગ ઘૂંટણમાંથી વાળીને ડાબી બાજુ જમીન પર અડાડો અને મોં જમણી બાજુ ફેરવો. પછી બીજી બાજુ કરો.

ફાયદો : સાઈડ ફેટ (Love Handles) અને કમરનો ઘેરાવો ઘટાડવા માટે આ સૌથી અદ્ભુત આસન છે.

૫. ઉત્તાનપાદાસન (એક-એક પગથી) – ૩ મિનિટ

કેવી રીતે કરવું : પીઠ પર સીધા સૂઈને, માત્ર જમણા પગને ધીમેથી ૩૦ થી ૪૫ ડિગ્રી સુધી ઉપર ઉઠાવો, તેને ૫ સેકન્ડ રોકો અને નીચે લાવો. પછી ડાબો પગ ઉઠાવો. આવું બંને પગથી ૫-૫ વખત કરવું જોઈએ.

ફાયદો : ઘૂંટણ પર બિલકુલ વજન આવ્યા વગર નીચલા પેટની જૂની ચરબી (Lower Belly Fat) ઝડપથી ઘટે છે.

૬. શવાસન સાથે દીર્ઘ શ્વસન (Deep Breathing) – ૩ મિનિટ

કેવી રીતે કરવું : ચટાઈ પર સીધા સૂઈ જાઓ, હાથ-પગ ઢીલા છોડી દો. ઊંડા શ્વાસ અંદર લો અને ધીમેથી બહાર કાઢો. આવું ઓછામાં ઓછું ૩ મિનિટ માટે કરવું જોઈએ.

ફાયદો : શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે ચરબીને ઓક્સિડાઈઝ (બર્ન) કરવાનું કામ કરે છે અને આખો દિવસ શરીર સુપર એનર્જેટિક રહે છે.

Back to top button
error: Content is protected !!