AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈથી ગુમ થયેલ યુવતીને પોલીસની ટીમે પ્રેમીના ઘરેથી શોધી કાઢી:-પરિવારજનોને સોંપાઈ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ ૨૪ વર્ષીય યુવતીને પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી નવસારીના વાંસદા તાલુકાના મહુવાસ ગામેથી તેના પ્રેમીના ઘરેથી સફળતાપૂર્વક શોધી કાઢી છે.મળતી માહિતી મુજબ, વધઈના સીંગલ ફળીયામાં રહેતા લીલાબેન બુધ્યાભાઈ વળવીની ૨૪ વર્ષીય દીકરી ગત તારીખ ૨૫/૦૭/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે પરિવારને કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગુમ થઈ હતી. આ અંગે વધઈ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નં. ૧૧/૨૦૨૬ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુમ થનાર યુવતીનું નિવેદન લેતાં સામે આવ્યું હતુ કે, તેણે પોતે જ તેના પ્રેમી અમિતભાઈ મનુભાઈ પવારને ફોન કરીને “આપણે ક્યાંક ભાગી જઈએ” તેમ કહ્યું હતું. ત્યારબાદ અમિત ફોર વ્હીલર ગાડી લઈને આવ્યો હતો અને યુવતી પોતાની મરજીથી તેની સાથે ગઈ હતી.બંને પહેલા મુળચોંડ ગામે અમિતના સંબંધીના ઘરે રોકાયા હતા અને ત્યારબાદ વાંસદા થઈને મહુવાસ ગામે અમિતના ઘરે પહોંચ્યા હતા. વઘઈ પોલીસ સ્ટેશનના અ.હે.કો. અશોકભાઈ ભાવસારભાઈ (બ.નં. ૧૮૪) અને તેમની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી બંનેને મહુવાસ ખાતેથી શોધી કાઢ્યા હતા. પોલીસે યુવતીને સહીસલામત વઘઈ પોલીસ સ્ટેશન લાવી તેના માતા-પિતા અને મોટી બહેનને સોંપી આગળની કાયદેસરની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે…

Back to top button
error: Content is protected !!