GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: ફોફળ ડેમ નજીક જેતપુર-મેવાસા રોડનું રીસરફેસિંગ પૂર્ણ: ચોમાસામાં વાહનવ્યવહાર પૂર્વવત

તા.૨૭/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર-મેવાસા રોડ પર દૂધીવદર ગામ અને ફોફળ ડેમ નજીક રીસરફેસિંગ તથા સીસી રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

અગાઉ ભારે વરસાદના કારણે ફોફળ ડેમમાંથી વહેણ આવતા આ રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો હતો, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી નિકાલ માટે સરકારશ્રી દ્વારા રીસરફેસિંગ કામ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ કામગીરી હેઠળ સીસી રોડને વધુ પહોળો બનાવવામાં આવ્યો છે અને વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પરિણામે આ વર્ષે ચોમાસા દરમિયાન કોઈપણ અવરોધ વિના વાહનવ્યવહાર સુગમતાથી ચાલુ રહ્યો છે, જેથી સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓને રાહત મળી છે.

Back to top button
error: Content is protected !!