GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

 

MORBI:મોરબી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

આ ઉત્સવ અંતર્ગત નાટ્ય લોકભવાઈ સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રના ત્રણ કલાગુરુઓના પૂજન સન્માન કાર્યક્રમ યોજાશે

રંગમંચ લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સમિતિ દ્વારા આગામી ગુરુપૂર્ણિમાની ભારતીય પરંપરા અને પ્રણાલી મુજબ કલાગુરુઓના નિવાસ સ્થાને જઈને ગુરુપૂજન અને સન્માન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

જેમાં મૂળ વિરપરડાના રંગમંચના સહુથી જુના નાટ્ય ભવાઈ કલાકાર કવિ લેખક સાહિત્યકાર રેડીઓ ટીવી કલાકાર શ્રી ડો.શિવધનભાઈ જુગતરામ વ્યાસ તેમજ ખાખરાડાના શ્રી મનહરભાઈ પૈજા જેઓ રેડીઓ ટીવી આર્ટિસ્ટ અને સારા વાર્તાકાર અને સાહિત્ય મરમગ્ન તેમજ સંતવાણી આરાધક શ્રી છગન ભગત કોયલી વાળનું સન્માન કરાશે ઉપરોક્ત કાર્યક્રમમા મોરબી જિલ્લા સમિતિના સહુ કલા સંયોજકો સદસ્યો અને સન્માનિત કલાગુરુઓના શિષ્યો જોડાશે.

Back to top button
error: Content is protected !!