GUJARATTHARADVAV-THARAD

પાલનપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધનીયાણા ચોકડી પાસે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેની નિહોન શોતોકન કરાટે એસોસિયન દ્વારા *”પ્રથમ ઉત્તર ગુજરાત NSKA કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ”* નું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત વાવ થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લા તથા અમદાવાદ શહેરના આશરે 410 કરતાં વધુ કરાટે સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19 અને ઓપન એજ એ મુજબ પુરુષ તથા મહિલા એમ બે વિભાગમાં અલગ અલગ વજન કેટેગરીને આધીન કરાટે સ્પર્ધા યોજાયેલ. જેમાં કરાટે કોચ, રેફરી તથા અમ્પાયર દ્વારા સ્પર્ધકોને રમત પ્રત્યે ખેલદિલી રાખવાનું શીખવવામાં આવેલ.

પ્રથમ વખત પાલનપુર ખાતે યોજાયેલ આ કરાટે ટુર્નામેન્ટમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, સદ્દભાવના ગૃપના શ્રી હરેશભાઇ ચૌધરી, જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી હિંમતસિંહ રાઠોડ ઉપરાંત જાગૃત નાગરિકો તથા સ્પર્ધકોના વાલીઓ ઉપસ્થિત રહેલ. જેમાં 100 થી વધુ સ્પર્ધકોને વિવિધ રેન્કમાં પ્રથમ સ્થાન મેળવતાં ગોલ્ડ મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કરાટે સિંહાન શ્રી જયેશ પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ, દીપક શર્મા, ભરત પ્રજાપતિ, અશ્વિન પ્રજાપતિ તેમજ સેન્સાઇ વિવેક પ્રણામી દ્વારા વરસાદી માહોલમાં પણ સફળ આયોજન કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!