MEHSANAVIJAPUR

પર્યાવરણ બચાવવા POPની મૂર્તિઓના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ

પર્યાવરણ બચાવવા POPની મૂર્તિઓના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં આગામી ગણેશ મહોત્સવ સહિતના તહેવારોને અનુલક્ષીને પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના વેચાણ અને ઉપયોગ સામે અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે વડનગરની વી.એન.એસ.બી. લિમિટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. ધરતીબેન, કર્તવ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી મનીષાબેન તથા અન્ય સામાજિક કાર્યકર્તાઓએ  મામલતદાર અતુલસિંહ bhati અને નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે દર વર્ષે તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓનું વેચાણ થાય છે. આ મૂર્તિઓમાં જીપ્સમ, હાનિકારક રસાયણો અને ઝેરી રંગોનો ઉપયોગ થતો હોવાથી મૂર્તિ વિસર્જન બાદ પાણી, જમીન અને હવા પ્રદૂષિત થાય છે. તેની સીધી અસર જળચર જીવસૃષ્ટિ, પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્ય પર પડે છે.

રજૂઆતમાં તંત્રને POPની મૂર્તિઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અથવા તેના વેચાણ અને ઉપયોગને નિયંત્રિત કરવા કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણમૈત્રી માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવા પણ વિનંતી કરવામાં આવી હતી.

રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા અને જળસંસાધનોના સંરક્ષણ માટે હવે અસરકારક અમલવારીની જરૂર છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો તહેવારોની ઉજવણી સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થઈ શકશે.

Back to top button
error: Content is protected !!