GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વનાળીયા ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબીના વનાળીયા ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો પરપ્રાંતીય બિયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વનાળીયા ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ગેરકાયદેસર વેચાણ અર્થે પરપ્રાંતીય બિયરનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસ કાફલાએ ઉક્ત સ્થળે અચાનક દરોડો પાડ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન વાડીની ઓરડીમાંથી પરપ્રાંતીય બિયરના કુલ 96 નંગ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 12,000 અંકાય છે. પોલીસે તમામ બિયરનો જથ્થો મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે.આ પ્રકરણમાં પોલીસે વનાળીયા ગામના રહેવાસી સલીમભાઈ ગુલામહુશેનભાઈ સુમરા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા વેળાએ આરોપી સ્થળ પર ન મળી આવતા, પોલીસે તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!