MORBI:મોરબી એસ.ટી. બસમાં મૃત હાલતમાં મળી આવેલ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસની અપીલ

MORBI:મોરબી એસ.ટી. બસમાં મૃત હાલતમાં મળી આવેલ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસની અપીલ
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોત નંબર-૫૨/૨૦૨૬ નોંધાયેલ છે. જે કેસની વિગત મુજબ, તા. ૨૭/૦૭/૨૦૨૬ ના રોજ અમદાવાદથી મોડાસા – મોરબી રૂટની એસ.ટી. બસ (રજી. નં. GJ-18-ZT-4415) મા પાછળની સીટ પર એક અજાણ્યો પુરુષ મુસાફરી કરી રહ્યો હતો. બસ બપોરે આશરે ૧૫:૩૦ વાગ્યે મોરબી નવા બસ સ્ટેશન ખાતે પહોંચી ત્યારે કંડક્ટરે તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે બેભાન જણાયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
હજુ સુધી આ અજાણ્યા પુરુષના વાલી-વારસ કે સગા-સંબંધિઓની કોઈ માહિતી મળી શકી નથી.
મૃતકનું વર્ણન: બાંધો: પાતળો ,રંગ: ઘઉંવર્ણો ચહેરો/વાળ: માથા પર લાંબા કાળા વાળ, કાળી મૂંછ અને આછી કાળી દાઢી પહેરેલ કપડાં: ગ્રે કલરનું નાઇટી પેન્ટ તથા બજરીયા કલરનો પ્રિન્ટિંગ ઝીણી ડિઝાઇનવાળો આખી બાંયનો શર્ટ
શરીર પરના ટેટૂ/નિશાન:જમણા હાથના ઉપરના ભાગે ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે.જમણા હાથના નીચેના ભાગે હિંદીમાં “શૈલેન્દ્રકુમાર” (શૈલેન્દ્રકુમાર) લખેલું છે.જમણા હાથની કલાઈ પર અંગ્રેજી અક્ષર “S” ત્રોફાવેલ છે.ડાબા હાથના બાવડા પર ટેટૂ ત્રોફાવેલ છે.જો કોઈ વ્યક્તિ આ મરણજનારને ઓળખતી હોય કે તેમના વાલી-વારસ અંગે કોઈ માહિતી હોય, તો નીચે દર્શાવેલ નંબર પર તુરંત સંપર્ક કરવા વિનંતી છે:
સંપર્ક નંબર:એન.આર. વાણીયા (પો.સબ.ઇન્સ.): ૯૦૮૧૩૮૭૯૩૫ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન: ૬૩૫૯૬૨૬૦૫૩








