બૂથ મજબૂતીના સંકલ્પ સાથે જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો મેખડી જિલ્લા પંચાયત સીટના 30 જેટલા બુથોનો સઘન પ્રવાસ
બૂથ મજબૂતીના સંકલ્પ સાથે જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો મેખડી જિલ્લા પંચાયત સીટના 30 જેટલા બુથોનો સઘન પ્રવાસ

ભારતીય જનતા પાર્ટીના “મજબૂત બુથ – મજબૂત ભાજપ” ના સંગઠનાત્મક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા માંગરોળ તાલુકાની મેખડી જિલ્લા પંચાયત સીટના અંદાજે 30 જેટલા બુથો તેમજ 16 જેટલા ગામોનો સઘન પ્રવાસ કરવામાં આવ્યો. પ્રવાસ દરમિયાન જિલ્લાના પ્રમુખશ્રીએ બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા આગેવાનો સાથે આત્મીય મુલાકાત કરી સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બુથ સ્તરે વર્ષ દરમિયાન હાથ ધરવાના સંગઠનાત્મક કાર્યક્રમો, સભ્યતા અભિયાન, લાભાર્થી સંપર્ક, સેવા પ્રવૃત્તિઓ તથા આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક બુથનું વિસ્તૃત બૂથ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સંગઠનની વર્તમાન સ્થિતિ, કાર્યકર્તાઓની સક્રિયતા, બૂથવાર આયોજન અને ભાવિ કાર્યક્રમોની સમીક્ષા કરી બુથોને વધુ સશક્ત અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી માંગરોળ તાલુકાના પ્રમુખ અરજણભાઈ આતરોલીયા, મહામંત્રી રાકેશ યોગાનંદી, બાલુભાઈ કોડીયાતર, વિપુલભાઈ પરમાર, રાહુલભાઈ નંદાણીયા, પ્રભારી રવિભાઈ ચાપાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સીધા જ બુથ સ્તરના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ગ્રામજનો વચ્ચે પહોંચતા અનેક સ્થળોએ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. કાર્યકર્તાઓએ સંગઠન પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને “મજબૂત બુથ – મજબૂત ભાજપ”ના સંકલ્પને વધુ દૃઢ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. સમગ્ર 30 જેટલા બુથોના પ્રવાસ પૂર્ણ થયા બાદ મેખડી જિલ્લા પંચાયત સીટના જિલ્લા પંચાયત સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી સોમાભાઈ વાસણના નિવાસસ્થાને જિલ્લાના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, બુથ પ્રમુખો અને હોદ્દેદારો પરિવારભાવના સાથે એકત્રિત થયા હતા. આ પ્રસંગે સૌએ સહભોજનનો લાભ લીધો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા, દરેક બુથને વધુ સક્રિય બનાવવા તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે એકતાનું પ્રતીકરૂપ સહભોજન કર્યું. જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે બુથ એ સંગઠનની સૌથી મજબૂત કડી છે અને કાર્યકર્તા એ ભાજપની સાચી શક્તિ છે. આગામી સમયમાં પણ દરેક બુથ સુધી સતત સંપર્ક, માર્ગદર્શન અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ભાજપને વધુ મજબૂત બનાવવા માટે આવા પ્રવાસો સતત ચાલુ રહેશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





