GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી ઝડપાયો :પોલીસે જેલ હવાલે કર્યો

 

TANKARA:ટંકારા ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી ઝડપાયો :પોલીસે જેલ હવાલે કર્યો

ટંકારા (મોરબી):મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ નાઓની સૂચના તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ, નામદાર કોર્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવતા સમન્સ અને વોરંટની બજવણી કડક રીતે કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. ઝાલા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરીને એક સજા પામેલા ફરાર આરોપીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.

રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ નેગોશિયેબલ) કોર્ટમાં નોંધાયેલા ફોજદારી કેસ નંબર ૧૬૭૫૯/૨૦૧૯ માં ‘ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ-૧૩૮ (ચેક રિટર્ન) હેઠળ આરોપીને સજા ફટકારવામાં આવી હતી.સજા પામ્યા બાદ આરોપી કોર્ટ સમક્ષ હાજર થવાને બદલે નાસતો-ફરતો હતો. જેથી નામદાર રાજકોટ કોર્ટ દ્વારા તેની સામે ‘ફરતું વોરંટ’ (સજા/પકડ વોરંટ) ઇશ્યુ કરવામાં આવ્યું હતું.વોરંટની ગંભીરતાને ધ્યાને રાખીને ટંકારા પોલીસે ગુપ્ત બાતમીદારો અને ચોક્કસ હકીકતના આધારે આરોપી મહેશભાઇ વાઘજીભાઇ ઝાપડા (ભરવાડ) (ઉં.વ. ૪૦, રહે. કલ્યાણપર, તા. ટંકારા, જી. મોરબી) ની અટકાયત કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને નામદાર રાજકોટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ (સન્ટ્રલ જેલ) હવાલે કરવાનો હુકમ કરતાં, ટંકારા પોલીસે આરોપીને જેલ ભેગો કરવાની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી છે.સફળ કામગીરી કરનાર ટીમ:આ સમગ્ર સફળ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. ઝાલા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!