MORBI:મોરબી સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉત્સાહ ભેર ભવ્ય ઉજવણી

MORBI:મોરબી સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉત્સાહ ભેર ભવ્ય ઉજવણી
મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાની વિવિધ ઘાર્મિક કાર્યકમો સાથે ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સંવત ર૦૮ર અષાઢ સુદ-૧૫(ગુરૂપૂનમ) ને બુધવાર તા. ૨૯-૭-૨૦૨૬ ના રોજ સવારે સવારે ૮:૦૦ કલાકે વ્યાસ પૂજન બાદ ૧૦:૦૦ કલાક શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરૂશ્રી ભાવેશ્વરી માતાજી ભક્તો સાથે સત્સંગ અને કુંવારીકા પૂજન, અને મહાપ્રસાદ સહિતના વિવિધ ઘાર્મિક કાર્યકમો
ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. .આ ઘાર્મિક કાર્યકમને સફળ બનાવવા ભાવેશ્વરી માતાજી,શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી,મુકેશ ભગત, દિલીપ ભગત, સહિત ના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.









