MORBI મોરબી નલીની વિદ્યાલય માં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.

MORBI મોરબી નલીની વિદ્યાલય માં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.
મોરબીની વાવડી રોડ પર આવેલી શ્રી નલિની વિદ્યાલય માં આજરોજ ગુરુપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
પ્રથમ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા સરસ્વતી માતાનું પૂજન- અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રી નલીની વિદ્યા આશ્રમ બનાવવામાં આવ્યો હતો. તેમાં ગુરુ તથા શિષ્યોના પાત્રો દ્વારા ગુરુ આશ્રમ નું જીવંત દ્રશ્ય ખડું કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રાણીઓ જેવા કે સિંહ, હાથી, રીછ વગેરે બનીને પ્રાણીઓ પણ ગુરુનો આદર કરતા હોય તેવા પાત્ર ભજવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુરુપૂર્ણિમા ને લગતા ચિત્રોની સ્પર્ધા તથા અન્ય સ્પર્ધાઓ યોજીને નંબર લાવનારને શાળા દ્વારા યોગ્ય ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને કૌશલ્ય નું ઘડતર થાય તે હેતુથી શાળાના સંચાલક શ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ એ જહેમત ઉઠાવેલ.









