GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નેકનામ રોડ પર દારૂ ભરેલી ટ્રક પકડાયાના ગુનામાં ૩ મહિનાથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

TANKARA:ટંકારા નેકનામ રોડ પર દારૂ ભરેલી ટ્રક પકડાયાના ગુનામાં ૩ મહિનાથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર અગાઉ બંધ બોડીની ટ્રકમાંથી મળી આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અને નાસતા-ફરતા ગુનેગારોને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે વાંકાનેર વિભાગના ડીવાયએસપી શ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.ડી.ઝાલાની સૂચનાથી પી.એસ.આઈ. શ્રી જે.કે.રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન, અગાઉ નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીની ટ્રકમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં (જેમાં અગાઉ કુલ ૧૨ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી) નાસતો-ફરતો આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ભરવાડ) (ઉં.વ. ૩૪, રહે. હાલ રૈયાધાર સ્લમ ક્વાર્ટર, રામાપીર ચોકડી, રાજકોટ; મૂળ રહે. સામપર (માધાપર), તા. જોડિયા, જી. જામનગર) હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!