DAHODDAHOD CITY / TALUKO

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદના બારીયા વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ ૨૦ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

તા.૩૦.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદના બારીયા વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ ૨૦ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ-પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા રાજ્ય સરકાર દ્વારા વન સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ બાઈકનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી ગતિએ કામગીરી કરી શકાય તેમજ જંગલ વિસ્તારની નિયમિત પેટ્રોલિંગ, વન્યજીવોના સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટે વાહન સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.કાર્યક્રમ દરમિયાન દેવગઢ બારીયા pવન વિભાગના અધિકારીઓએ નવી બાઈક મળવાથી મેદાની કામગીરીમાં વધુ ઝડપ, કાર્યક્ષમતા અને સુગમતા આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા, ધારાસભ્યો કનૈયાલાલ કિશોરી (દાહોદ), મહેન્દ્રભાઈ ભાભોર (ગરબાડા), મહેશભાઈ ભુરીયા (ઝાલોદ)તેમજ દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!