MORBI:મોરબી મહાનગરપાલકાની અગ્નિશમન શાખાએ 03 કોમર્શિયલમાં ૩૨ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી.

MORBI:મોરબી મહાનગરપાલકાની અગ્નિશમન શાખાએ 03 કોમર્શિયલમાં ૩૨ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી.
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૨૨/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ સુધીમાં 03 કોમર્શિયલમાં 32 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગ ને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ ૦૬ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA), OR ફાયર સેફટી સર્ટીફીકેટ એપ્રુવલ (FSCA) માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.
મોરબી માં ૦૪ રેસ્ક્યુ કોલના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી, કોઈપણ પ્રકારની દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.
(2) મેડિકલ કોલેજ ખાતે ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા “આગ અને રેસ્ક્યુ* મોકડ્રીલનું સફળ આયોજન
મોરબી ફાયર વિભાગ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાઈ મોકડ્રીલ આ મોકડ્રીલ દરમિયાન મેડિકલ કોલેજના એક બિલ્ડિંગમાં કાલ્પનિક આગ લાગવાની ઘટના ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઇન-હાઉસ ફાયર સેફ્ટી સ્ટાફે પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આધુનિક સાધનો અને ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ બિલ્ડિંગમાં ફસાયેલા ૦૨ (બે) વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મોકડ્રીલનો મુખ્ય ઉદેશ્ય ઈમરજન્સી સાઇરન વાગતા જ ફાયર બ્રિગેડનો રિસ્પોન્સ ટાઈમ અને કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ આવે અને ઈવેક્યુએશન પ્રક્રિયા કેટલી ઝડપી છે તેનું મુલ્યાંકન થયું અને ફાયર સિસ્ટમ અને ઈમરજન્સી સાધનોની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવી. જેમાં બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા હતા.કાર્યક્રમના અંતે ફાયર ઑફિસરશ્રી દ્વારા મેડિકલ કોલેજના સિક્યુરિટી, હાઉસકીપિંગ અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ફાયર એક્સટિંગ્યુશર અને બિલ્ડિંગમાં લાગેલ ફાયર સિસ્ટમ નો ઉપયોગ, ઈમરજન્સી સમયે પોતાનો અને અન્યનો બચાવ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક જાણકારી આપવામાં આવી હતી.









