GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાની બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ રમત ગમતમાં વિજેતા બની

જૂનાગઢ જિલ્લાની બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ રમત ગમતમાં વિજેતા બની

સરકારી માધ્યમિક શાળા RMSA બામણગઢના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં તાલુકા કક્ષાએ ભેસાણ ખાતે ભાગ લીધો હતો. જેમાં આ શાળાના કુલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. જેમાંથી સુનિતાબેન રાઠવાએ ગોળ ફેંક સ્પર્ધામાં દ્વિતીય નંબર અને લંગડી ફાળકૂદ સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. તેમજ હેમાંશીબેન મકવાણાએ ૧૫૦૦ મીટર દોડમાં ભાગ લઈ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ બંને દીકરીઓને સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય શ્રી ડૉ.કોકિલાબેન ઉંધાડે ભવિષ્યમાં વિજેતાઓને ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!