BANASKANTHAGUJARATKANKREJ

રાજપુર ખાતે પરમ પૂજ્ય સંતશ્રી સોહમરામબાપુની પાવન નિશ્રામા ગુરૂપૂર્ણિમા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો..

સંતશ્રી સોહમ આશ્રમના સંતશ્રી સોહમરામબાપુ ગુરૂશ્રી અરજણદાસ સાહેબની પાવન નિશ્રામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભક્તિ,શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઐતિહાસિક ભવ્યતા સાથે ઉજવાયો

રાજપુર ખાતે પરમ પૂજ્ય સંતશ્રી સોહમરામબાપુની પાવન નિશ્રામા ગુરૂપૂર્ણિમા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો..

સમગ્ર ભારતવર્ષમાં આજે ગુરૂ પુર્ણિમાના પાવન દિવસની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસને વ્યાસ પુર્ણિમાના દિવસ તરીકે મનાય છે.ત્યારે આજે અષાઢસુદ પૂનમને બુધવાર તા.૨૯/૭/૨૦૨૬ ના રોજ સવારે ઓગડ તાલુકાના રાજપુર ખાતે આવેલ સંતશ્રી સોહમ આશ્રમના સંતશ્રી સોહમરામબાપુ ગુરૂશ્રી અરજણદાસ સાહેબની પાવન નિશ્રામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભક્તિ,શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઐતિહાસિક ભવ્યતા સાથે ઉજવાયો હતો.પરોઢથીજ ગુરૂભક્તો રાજપુર આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા.સમગ્ર ધામ “જય ગુરૂદેવ”ના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ગયેલ.મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સોહમરામબાપુનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત્ પૂજન-અર્ચન અને ભવ્ય આરતી સંપન્ન કરવામાં આવી હતી.ઉપસ્થિત સંતો- મહંતોએ ગુરૂપરંપરાનું મહત્વ સમજાવતાં ગુરૂભક્તિને જીવનનો સર્વોચ્ચ માર્ગ ગણાવ્યો હતો.સદાચાર, સંસ્કાર,પરોપકાર અને આધ્યાત્મિક જીવનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો.હજારો ભાવિક ભક્તોએ બાપુના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.સમગ્ર દિવસ દરમિયાન ભજન-કીર્તન,ગુરૂવંદના, સત્સંગ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું.રાત્રે સંતશ્રી સદારામ સેવા આશ્રમ,ભાભર ના સાધ્વી મીરાંબાઈ ગુરૂશ્રી સદારામ બાપા, ભક્ત મણિલાલ ઠાકોર ભાભર સહીત અલગઅલગ ગામો માંથી પધારેલ ભક્તોએ ભોજન પ્રસાદ લઈ સત્સંગ તથા દેશી ભજનોની રમઝટ બોલાવેલ.બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર શિહોરી,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,ઈશ્વરભાઈ પ્રજાપતિ વકીલ ડીસા, ભરતભાઈ પ્રજાપતિ વકીલ આસેડા,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ, મંત્રી વાલાભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરા ના પ્રમુખ ઉમેશભાઈ,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ,સહીત પધારનાર દરેક મહેમાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સેવક ભેમાભાઈ પ્રજાપતિ, પાંચાભાઈ પ્રજાપતિ વલસાડ, રમેશભાઈ પ્રજાપતિ કસલપુરા, રિટાયર્ડ શિક્ષક પસાભાઈ પ્રજાપતિ સિસોદરા વાળાએ સન્માન કર્યું હતું. સ્ટેજ સંચાલન કલ્યાણભાઈ પ્રજાપતિ વરસડાવાળાએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!