ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  ગોધાવાડા ગામે 8 વર્ષની બાળકી પર રખડતા કૂતરાનો જીવલેણ હુમલો, આંખને ગંભીર ઇજા અને કાન ગુમાવ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  ગોધાવાડા ગામે 8 વર્ષની બાળકી પર રખડતા કૂતરાનો જીવલેણ હુમલો, આંખને ગંભીર ઇજા અને કાન ગુમાવ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગોધાવાડા ગામે રખડતા કૂતરાઓના આતંકની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શાળાએ જતી 8 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ અચાનક હુમલો કરી મોઢાના ભાગે બચકું ભર્યું હતું. હુમલામાં બાળકીને આંખની આસપાસ ગંભીર ઇજા પહોંચી હતી અને કૂતરાએ કાન કરડી ખાતાં બાળકીએ કાયમી રીતે એક કાન ગુમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.બાળકીની ચીસો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના ચુંગાલમાંથી બાળકીને બચાવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઇજાઓ ગંભીર હોવાથી તબીબોએ વધુ સારવાર માટે બાળકીને તાત્કાલિક અમદાવાદ રિફર કરી હતી.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે માત્ર સાત દિવસ પહેલાં પણ મેઘરજ વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા કૂતરાઓના આતંક સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!