લાખણી મા ચાંદીપુરા વાયરસ નિયંત્રણ અને નિવારણ અંગે વિડિયો કોન્ફરન્સ માર્ગદર્શન અપાયુ

નારણ ગોહિલ લાખણી
આજ રોજ માનનીય તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસ નિયંત્રણ અને નિવારણ અંગે વિડિયો કોન્ફરન્સ (VC) યોજાઈ હતી.*
આ વિડિયો કોન્ફરન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રીઓ, તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ, તમામ મેલ આરોગ્ય સુપરવાઈઝરશ્રીઓ (મ.પ.હે.સુ.), તમામ મેલ આરોગ્ય કાર્યકરશ્રીઓ (મ.પ.હે.વ.), તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ (CHO) તેમજ લાખણી તાલુકાના તમામ ખાનગી પ્રેક્ટિશનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વી.સી. દરમિયાન ચાંદીપુરા વાયરસ અંગેની વર્તમાન પરિસ્થિતિ, રોગના લક્ષણો, વહેલી તકે કેસની ઓળખ, સમયસર સારવાર, સર્વેલન્સની કામગીરી, શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ, જનજાગૃતિ, સ્વચ્છતા જાળવવા, મચ્છર નિયંત્રણની કામગીરી તથા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ તમામ આરોગ્ય કર્મચારીઓ અને ખાનગી પ્રેક્ટિશનરોને સતર્ક રહી કામગીરી કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તેની તાત્કાલિક જાણ તાલુકા આરોગ્ય કચેરીને કરવાની સૂચના આપી હતી.



