MORBIMORBI CITY / TALUKO

108ના કર્મચારીની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ: જરૂરી દસ્તાવેજો અને રોકડ ભરેલું જેન્સ પાકીટ પરત આપવા માલિકની શોધ

 

મોરબી:108 ઈમરજન્સી મેડિકલ સર્વિસના કર્મચારી મેર પ્રવીણ બચુભાઈ દ્વારા માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીના ત્રાજપર ચોકડી વિસ્તારમાં તેમને એક જેન્સનું પાકીટ મળી આવ્યું હતું, જેમાં જરૂરી દસ્તાવેજો તેમજ રોકડ રકમ હતી.

પાકીટમાં રહેલા દસ્તાવેજોના સાચા માલિક સુધી તે સુરક્ષિત રીતે પહોંચે તે માટે પ્રવીણભાઈએ માલિકની શોધ શરૂ કરી છે. તેમણે જણાવ્યું છે કે જે કોઈનું આ પાકીટ હોય તે યોગ્ય ઓળખના આધારે સંપર્ક કરી પોતાનું પાકીટ પરત મેળવી શકે છે.

આવા સમયે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસના કર્મચારી દ્વારા દાખવવામાં આવેલી પ્રામાણિકતા અને સેવાભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. સામાન્ય રીતે 108ના કર્મચારીઓ દર્દીઓના જીવ બચાવવા માટે સતત ફરજ બજાવતા હોય છે, ત્યારે ફરજની સાથે માનવતા અને ઈમાનદારીનું પણ આ ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
સંપર્ક:
મેર પ્રવીણ બચુભાઈ (108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ)
મો.: 9106747010

Back to top button
error: Content is protected !!