GUJARATJUNAGADHKESHOD

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાનો અજાબ જિલ્લા પંચાયત સીટના 23 બુથોનો સઘન પ્રવાસ: બુથ સશક્તિકરણ સાથે સેવાકીય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાનો અજાબ જિલ્લા પંચાયત સીટના 23 બુથોનો સઘન પ્રવાસ: બુથ સશક્તિકરણ સાથે સેવાકીય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા

ભારતીય જનતા પાર્ટીના મજબૂત બુથ – મજબૂત ભાજપ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા જૂનાગઢ જિલ્લાના અજાબ જિલ્લા પંચાયત સીટના 23 બુથોનો સઘન પ્રવાસ કરવામાં આવ્યો. પ્રવાસ દરમિયાન બુથ સમિતિના હોદ્દેદારો, પાર્ટીના વરિષ્ઠ અને વિશિષ્ટ આગેવાનો તેમજ સરપંચશ્રીઓ સાથે આત્મીય મુલાકાત યોજાઈ. બુથ સશક્તિકરણ, સંગઠન મજબૂતી, કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સમાજસેવામાં કાર્યરત અગ્રણી વ્યક્તિઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગૌશાળાના પ્રમુખશ્રીઓ સાથે મુલાકાત કરી તેમની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી મેળવી અને સમાજહિતના કાર્યો અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોની મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી તેમજ ખેડૂતો સાથે સંવાદ સાધી કૃષિ, સિંચાઈ અને સ્થાનિક વિકાસને લગતા પ્રશ્નો તથા સૂચનો સાંભળવામાં આવ્યા. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ગૌરવપૂર્ણ ઉપસ્થિત રહ્યા હતા. દિવસભરના સફળ પ્રવાસના સમાપન બાદ 23 બુથોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે સહભોજનનું આયોજન કરવામાં આવ્યું. આ સહભોજન દ્વારા આત્મીયતા, પરસ્પર સમન્વય અને સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું કે, મજબૂત બુથ એ ભાજપની સૌથી મોટી શક્તિ છે. કાર્યકર્તા, સમાજ અને જનતાના સહયોગથી સંગઠનને વધુ મજબૂત બનાવી વિકાસ અને સેવા બંનેને પ્રાથમિકતા આપવાનો અમારો સંકલ્પ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!