
નર્મદા : ભારે વરસાદના કારણે રાજપીપલા સિસોદરા રોડ પર આવેલા નાગુવા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતાં માર્ગ વાહનવ્યવહાર બંધ કરાયો.
રાજપીપળા : જુનેદ ખત્રી
આજે ૩૧મી જુલાઈએ નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધતાં નાગુવા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ દ્વારા તાત્કાલિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
ડાયવર્ઝનને નુકસાન થતાં હાલ માર્ગ સંપૂર્ણ બંધ છે અને નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા જણાવેલ છે.( મા મ ) વિભાગ દ્વારા સ્થળ પર જેસીબી અને મજૂરોની મદદથી પાઇપ નારામાં ફસાયેલ કચરો દૂર કરી મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રબલ, મેટલ અને જી.એસ.બી મટીરિયલ થી ટૂંક સમયમાં માર્ગ પુનઃસ્થાપિત કરી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવશે.




