
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રેડ એલર્ટ વચ્ચે મોડાસા શહેરમાં ફક્ત 1.33 ઇંચ વરસાદ અન્ય વિસ્તારો કોરાધોકાર,ત્રણ કલાક ભારે NDRFની એક ટીમ ખડેપગે,વહીવટી તંત્ર સાબદું બન્યું*
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અનેક જીલ્લાઓમાં 48 કલાક માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની ચેતવણીના પગલે સરકારી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અરવલ્લી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓની બે દિવસ માટે હેડક્વાટર્સ ન છોડવા તાકીદ કરવામાં આવી છે તંત્ર દ્વારા ધોધમાર વરસાદમાં પશુ પાલકો,ખેડૂતો અને લોકોને તકેદારી રાખવા સોશિયલ મીડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો જોકે હવામાન વિભાગને મેઘરાજાએ હાથતાળી આપી હતી
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં વાદળોની ઘેરાબંધી અને અવર-જવર મોડાસા શહેર સહિત આજુબાજુના પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અડધા કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો શહેરના આઇકોનિક બસપોર્ટ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા તેમજ રામપાર્ક ડીપી રોડ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો નગર પાલિકા વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નિષ્ફળ રહી છે જીલ્લાના ધનસુરા,સાઠંબા અને બાયડ વિસ્તારમાં વરસાદ ઝાપટા પડ્યા હતા અન્ય વિસ્તારોમાં એક છાંટો પણ વરસાદનો ન પડતા હવામાન વિભાગની આગાહી સામે લોકો તર્ક વિતર્ક લગાવી રહ્યા છે હવામાન વિભાગે એક વાગ્યાના સુમારે આગામી ત્રણ કલાક માટે વરસાદ અંગેનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જીલ્લાને રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવતા
પ્રજાજનો અને તંત્રની ચિંતા વધી હતી વહીવટી તંત્ર સાવચેતી દાખવી રહ્યું છે જોકે એક વાગે ત્રણ કલાક સુધી હવામાન વિભાગે કરેલ રેડ એલર્ટની આગાહીને મેઘરાજાએ હાથતાળી આપી હોય તેવું લાગી રહ્યું છે લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે





