GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના કલ્યાણપર રોડ પરથી ૬૦ વિદેશી દારૂના ચપલા સાથે જોડિયાનો શખ્સ ઝડપાયો

 

TANKARA:ટંકારાના કલ્યાણપર રોડ પરથી ૬૦ વિદેશી દારૂના ચપલા સાથે જોડિયાનો શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસે નાઇટ/દિન પેટ્રોલીંગ દરમિયાન કલ્યાણપર રોડ પર આવેલા પ્રભુચરણ આશ્રમ પાછળથી જાહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન કલ્યાણપર રોડ પર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલના રસ્તેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક ઈસમને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ઈસમ પાસેથી જાહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ૬૦ નંગ ચપલા (જેની કુલ કિંમત રૂ. ૭,૨૦૦) મળી આવ્યા હતા.

પોલીસે દારૂના મુદ્દામાલ સાથે આરોપી વિજયસિંહ વેલુભા જાડેજા (રહે. ગામ રસનાળ, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર) ને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.આ મામલે ટંકારા પોલીસે કુલ રૂ. ૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!