MALIYA (Miyana:માળિયા મિયાણાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૫ ઝડપાયા

MALIYA (Miyana:માળિયા મિયાણાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૫ ઝડપાયા
માળિયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ કબજે કરી તમામ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, માળિયા મિયાણા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા (રહે. દેવગઢ) દિનેશભાઈ ગેલાભાઈ સવશેટા (રહે. દેવગઢ) મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા (રહે. દેવગઢ) પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા (રહે. નાની બરાર) મહેશભારતી નારાણભારતી ગોસ્વામી (રહે. નાની બરાર) પોલીસે જુગારના અડધા પરથી રોકડ રકમ રૂ. ૧૧,૫૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









