
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત , ગરૂડેશ્વર અને સાગબારા તાલુકામાં સૌથી વધુ વરસાદ
રાજપીપળા : જુનેદ ખત્રી
હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લામાં 31મી જુલાઈ ખૂબ ભારે વરસાદનો દિવસ રહ્યો જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતા જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઇ હતી તાલુકાઓમાં વરસાદની આંકડાકીય પરિસ્થિતિ જોઈએ તો સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી તિલકવાડા 4.64 ઇંચ નાંદોદ 4.60 ઇંચ ડેડીયાપાડા 4.33 ઇંચ સાગબારા 5.66 ઇંચ ગરુડેશ્વર 5.60 ઇંચ ચિકદા 2.12 ઇંચ વરસાદ વરસ્યો હતો
ભારે વરસાદના પગલે અંતરિયાળ વિસ્તારોમાં ગરનાળાઓ ઉપરથી પાણી વહેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જેમાં રાજપીપળા સીસોદરા રસ્તો પ્રભાવિત થયો હતો ઉપરાંત ઝરીયા તણખલા માર્ગ સહિત અંતરિયાળ ગામોમાં ભારે નુકશાન જોવા મળ્યું છે
તિલકવાડા તાલુકાના સુરવા ગામે વરસાદી પૂરમાં ફસાયેલ ૦૬ ઇસમોની સફળ રેસ્ક્યુ કરાવ્યું હતું ઉપરાંત ગૌચરીયા ગામે એક વ્યકિ્ત ને રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો ગરૂડેશ્વર તાલુકાના ખડકદા ગામે ગામમાંથી પસાર થતી ખાડીમાં ખૂબ મોટી માત્રામાં પાણી આવી જતા આસપાસના ઘરો અને મિલકતોને નુકસાન થવા પામ્યું હતું ત્યારે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સ્થળ મુલાકાત લઇ અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી અને જરૂરી સહાય આપવા જણાવ્યું હતુ
ભારે વરસાદના પગલે રાજપીપળા કરજણ નદીના કિનારે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને લોકોને ઓવર પાસે જતા અટકાવ્યા હત






