GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાના દ્રારા ખાદ્યપદાર્થોની પેઢીઓમાં દરોડા: ૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ, બેદરકાર વેપારીઓને નોટિસ

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાના દ્રારા ખાદ્યપદાર્થોની પેઢીઓમાં દરોડા: ૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ, બેદરકાર વેપારીઓને નોટિસ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના પ્રજાજનોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને ખાણી-પીણી તથા ફરસાણની ૪૫ જેટલી પેઢીઓમાં આકસ્મિક નિરીક્ષણ (ચેકિંગ) હાથ ધરવામાં આવ્યું હતું.

ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરના નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી ખાણી-પીણીની દુકાનોમાં કડક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેદરકારી દાખવનાર અને અસ્વચ્છતા રાખનાર વેપારીઓ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરીને નોટિસ ફટકારવામાં આવી છે

ઉમા હોટેલ: આશરે ૫ પેકેટ ફૂગવાળા પીઝાના રોટલા, ૧ કિલો વાસી નૂડલ્સ અને ૨ કિલો મંચુરિયનનો સ્થળ પર જ નાશ કરાયો. અત્યંત અનહાઇજેનિક (અસ્વચ્છ) સ્થિતિ હોવાથી પેઢીને નોટિસ આપવામાં આવી.

એક્શન ચાઇનીઝ: ૫ કિલો મંચુરિયન, ૨ કિલો નૂડલ્સ અને ૨ કિલો વાસી ભાતનો નાશ કરવામાં આવ્યો.

ભક્તિનગર સર્કલ:વિરાટ પાઉંભાજી: ફૂગવાળું આદુ અને વાસી કોફતા મળી આવતાં તેનો નાશ કરાયો. સ્થળ પર અસ્વચ્છતા જોવા મળતાં નોટિસ ફટકારાઈ.

વાવડી રોડ:મોમાઈ ફાસ્ટફૂડ: આશરે ૪ કિલો મંચુરિયન, ૧ કિલો વાસી ભાત તેમજ ફૂગવાળાં લીંબુ અને ડુંગળીનો સ્થળ પર નાશ કરાયો.

શ્રીયાંશ ફાસ્ટફૂડ: ૧ કિલો નૂડલ્સ, ૧ કિલો વાસી બટેકા અને વાસી ચટણીનો નાશ કરાયો.

ઉમા ટાઉનશીપ સામે:કુળદેવી ફાસ્ટફૂડ: ૩ કિલો નૂડલ્સ, ૨ કિલો ભાત અને ૪ કિલો મંચુરિયનનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો.

૨૮ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ :આ સમગ્ર કામગીરી દરમિયાન ફૂડ શાખાની ટીમ દ્વારા કુલ ૨૮ કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.તેમજ જે પેઢીઓ પાસે વૈધ ફૂડ લાઇસન્સ ન હોય અથવા તો જગ્યા પર અસ્વચ્છ સ્થિતિ માલૂમ પડી હોય તે તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વેપારીઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ પ્રકારની તપાસ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

Back to top button
error: Content is protected !!