DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ તાલુકાના ખજૂરી ગામના ડોડીયાર ફળિયામાં ઘર આંગણે રમતા ૪ વર્ષના લક્કી નામના બાળક પર કૂતરાએ હિંસક હુમલો કર્યો.

તા.૩૧.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ખજૂરી ગામના ડોડીયાર ફળિયામાં ઘર આંગણે રમતા ૪ વર્ષના લક્કી નામના બાળક પર કૂતરાએ હિંસક હુમલો કર્યો

દાહોદ તાલુકાના ખજૂરી ગામમાં એક હૃદયકંપાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના ડોડીયાર ફળિયામાં રહેતા લલિતભાઈનો ૪ વર્ષનો માસૂમ દીકરો લક્કી પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક રખડતા કૂતરાએ માસૂમ બાળક પર હુમલો કરી દીધો હતો.કૂતરાએ બાળકના મોઢા અને આંખના ભાગે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે, માસૂમ બાળકની આંખના ડોળા બહાર નીકળી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકે ભારે ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો દાહોદની ખાનગી હોસ્પિટલમાં પાચ દિવસની સારવાર પછી રાહત ના થતા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં રીફર કર્યા હતા દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તબીબોની પ્રશંસનીય કામગીરી ગંભીર રીતે ઘવાયેલા ૪ વર્ષના લક્કીને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિ જોઈને હોસ્પિટલના તબીબોની ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને ઓપરેશન થિયેટરમાં લીધો હતો. તબીબોએ તાત્કાલિક જટિલ સર્જરી (તાત્કાલિક સારવાર) શરૂ કરી દીધી હતી.ડો.યસ વ્યાસ અને નર્સિંગ સ્ટાફની ભારે જહેમત અને કુશળતાના કારણે બાળકની આંખને સફળતાપૂર્વક રિપેર કરવામાં આવી છે અને તેનો જીવ બચાવી લેવાયો છે.તબીબોની આ ત્વરિત કામગીરીને પગલે બાળકના પરિવારે અને સ્થાનિક લોકોએ હોસ્પિટલના સ્ટાફનો દિલથી આભાર માન્યો છે. જો કે, આ ઘટના બાદ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ઓછો કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે

Back to top button
error: Content is protected !!