GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્ક્રેપના ધંધામાં ભાગીદારીની લાલચ આપી આધેડ સાથે ₹1.13 કરોડની ઠગાઈ, જાનથી મારી નાખવાની ધમકી

 

MORBI:મોરબી સ્ક્રેપના ધંધામાં ભાગીદારીની લાલચ આપી આધેડ સાથે ₹1.13 કરોડની ઠગાઈ, જાનથી મારી નાખવાની ધમકી

 

મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં મોટો નફો રળી આપવાની અને ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ. 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનારે પોતાના નાણાં પરત માગતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબીના રવપર રોડ પર આવેલ આલાપ પાર્ક શેરી નં-11 માં રહેતા ખેતીકામ કરતાં સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (ઉં.વ. 50) એ આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા (રહે. આલાપ પાર્ક, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ગૌરવભાઈએ સંજયભાઈને ભંગારના (સ્ક્રેપના) કારખાનામાં ભાગીદાર રાખવાની લાલચ આપી હતી. આરોપીએ અલગ-અલગ સમયે ધંધાના બહાને સંજયભાઈ પાસેથી કુલ રૂ. 1,13,00,000/- (એક કરોડ તેર લાખ) પડાવી લીધા હતા.

મોટી રકમ મેળવી લીધા બાદ આરોપીએ સંજયભાઈને ધંધામાં ભાગીદાર બનાવ્યા ન હતા. આથી, જ્યારે સંજયભાઈએ પોતાના રોકેલા રૂ. 1.13 કરોડ પરત માગ્યા, ત્યારે આરોપીએ રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આમ, સ્ક્રેપના ધંધાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત આચરવામાં આવતાં પીડિત આધેડે મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે આરોપી ગૌરવ ડઢાણીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!