MORBI:રાજકોટ-મોરબી હાઇવે પર ‘ખાડા રાજ’: દરરોજ 30 હજાર વાહનચાલકો પર મોતનું જોખમ!

MORBI:રાજકોટ-મોરબી હાઇવે પર ‘ખાડા રાજ’: દરરોજ 30 હજાર વાહનચાલકો પર મોતનું જોખમ!
રાજકોટથી મોરબીને જોડતો મહત્વનો સ્ટેટ હાઇવે હાલમાં ભારે વરસાદ અને તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા મસમોટા ગાબડાઓને કારણે રોજિંદા મુસાફરી કરતા હજારો વાહનચાલકો અને ઉદ્યોગકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં એક જાગૃત નાગરિકે રસ્તાની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે:હજારો વાહનોની અવરજવર: આ માર્ગ પરથી દરરોજ આશરે 30,000 થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે.
મંત્રીશ્રીને વિનંતી: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી સાહેબને નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ રોડને 6-લેન RCC રોડ તરીકે મંજૂરી આપવામાં આવે.
ટોલ ટેક્સ સામે વાંધો નથી: સ્થાનિકોનું કહેવું છે કે જો ગુણવત્તાયુક્ત RCC રસ્તો બનાવવામાં આવે તો જરૂર પડે એક ટોલ નાકું વધારે આપવા પણ જનતા તૈયાર છે, પરંતુ આ કાયમી ખાડાઓમાંથી મુક્તિ મળવી જોઈએ.
અકસ્માતનો ભય: વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા નથી, જેના લીધે વાહનોના ટાયર ફાટવા અને બાઇક સ્લીપ થવાના બનાવો રોજિંદા બન્યા છે.
પબ્લિક થાકી ગઈ: લાંબા સમયથી બિસ્માર રહેલા આ હાઇવેના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તંત્ર સામે રોષ: વારંવારની રજૂઆતો છતાં માત્ર હંગામી ધોરણે પેચવર્ક કરીને વેઠ ઉતારવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે.
મુખ્ય માગણી: તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ હાઇવેનું કાયમી અને મજબૂત (RCC) રી-સર્ફેસિંગ કામ શરૂ કરવામાં આવે જેથી લોકોના કિંમતી જીવ અને સમય બચી શકે.









