MORBI:મોરબી: મચ્છુ-૨ ડેમમાં પાણીની આવકમાં વધારો, ૬ દરવાજા ૮ ફૂટ ખોલાયા – ૩૦,૭૫૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું

MORBI:મોરબી: મચ્છુ-૨ ડેમમાં પાણીની આવકમાં વધારો, ૬ દરવાજા ૮ ફૂટ ખોલાયા – ૩૦,૭૫૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
ઉપરવાસમાં ભારે વરસાદ અને સતત થઈ રહેલી આવકના કારણે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે ડેમમાંથી પાણીના ડિસ્ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મચ્છુ-૨ ડેમના ૬ દરવાજા ૮ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તેમાંથી ૩૦,૭૫૦ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મુખ્ય વિગતો: સમય: બપોરે ૧૨:૩૦ વાગ્યે દરવાજાની સ્થિતિ: ૬ દરવાજા (૮ ફૂટ ખોલાયા) પાણીની જાવક: ૩૦,૭૫૦ ક્યુસેક
તંત્ર દ્વારા એલર્ટ અને સાવચેતીની અપીલ:મચ્છુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાવાના કારણે નદીપટ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનો તથા શહેરીજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીપટમાં ન જવાની અને પોતાના ઢોર-ઢાંખરને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે









