MORBI:મોરબીમાં ભારે વરસાદનો કહેર: હળવદનું કોયબા અને વાંકાનેરનું રાજેશ્થળી સંપર્ક વિહોણાં, SDRF તૈનાત

MORBI:મોરબીમાં ભારે વરસાદનો કહેર: હળવદનું કોયબા અને વાંકાનેરનું રાજેશ્થળી સંપર્ક વિહોણાં, SDRF તૈનાત
મોરબી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા અને માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. પાણીના સતત વધતા પ્રવાહના કારણે હળવદ તાલુકાનું કોયબા અને વાંકાનેર તાલુકાનું રાજેશ્થળી ગામ હાલ સંપૂર્ણપણે સંપર્ક વિહોણાં બની ગયાં છે.
ગામ તરફ જતાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી અન્ય વિસ્તારો સાથેનો તેમનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
તંત્ર સતર્ક, SDRFની ટીમ તૈનાત પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત અને ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ અપ્રિય બનાવને રોકવા અને આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે જિલ્લામાં SDRFની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
પ્રશાસનની નાગરિકોને ખાસ અપીલ પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નીચે મુજબની ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે:
સાવચેતી રાખવી: અતિશય જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.પાણીથી દૂર રહેવું: નદી-નાળા, બેટમાં ફેરવાયેલા માર્ગો કે ભરાયેલા પાણીમાંથી પસાર થવાનું જોખમ ન ખેડવું.સૂચનાઓનું પાલન: સ્થાનિક તંત્ર અને પંચાયત દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો અમલ કરવો.









