BHARUCHNETRANG

નેત્રંગમાં નવી વસાહત વિસ્તારમાં ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે 25 લોકોનું સ્થળાંતર કરાયું…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને કારણે નવી વસાહત વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા તેમજ આગામી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી પૂર્વ સાવચેતીના ભાગરૂપે અંદાજિત 8 પરિવારોના 25 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

 

ઝઘડિયા પ્રાંત અધિકારી ડૉ.પંકજ વલવાઈ, તથા નેત્રંગ મામલતદાર કલ્પેશ બી. ગળિયા(GAS)ની સમજાવટ બાદ લાયઝન અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ, ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, નેત્રંગ સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તલાટી કમમંત્રી ભીમસિંગ વસાવા નેત્રંગ તથા નેત્રંગ પોલીસની મદદથી તમામ લોકોને જૂની પ્રાથમિક શાળા, જૂના નેત્રંગ ખાતે સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા.

 

સ્થળાંતરિત પરિવારો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તથા તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!