
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસે જુગારીઓ ,દારૂની હેરાફેરી અને સ્પામાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યા,વાંચો ક્રાઈમ રિપોર્ટ
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ દરગાહ પાછળ જુગાર રમતા ત્રણ શકુનીઓને ઝડપી લીધા હતા.એલસીબી પોલીસે ઉભરાણ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર જપ્ત કરી હતી એસઓજી પોલીસે મોડાસાના આયેશા કરીમ કોમ્પ્લેક્ષ માં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી બે રૂપલાલનાઓ સાથે મહિલા સંચાલકને દબોચી લીધી હતી
મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાણાસૈયદ દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં શકુનિઓએ હારજીતની બાજી લગાવી હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર ત્રાટકી ખુલ્લી જગ્યા કોર્ડન કરી જુગાર રમતા સબ્બીર ઇમામખાન મુલતાની,સરફરાજ ઉમર મુલતાની અને સદ્દામ હુસેન મુલતાનીને ઝડપી પાડી હારજીતની બાજી પર લગાવેલ રૂ.11500 અને બાઈક મળી
કુલ.રૂ.25500નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઈ જનાર આદિલ હમીદ શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભરાણ સુરપાલેશ્વર મહાદેવ ત્રણ રસ્તા નજીક અણિયોર તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથધરતા સ્વિફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂની ખેપ મારનાર બુટલેગર પોલીસ વોચ જોઈ કાર પરત હંકારવા જતા કાર રોડ સાઈડ ઉતરી જતા બુટલેગર કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-1128 કિં.રૂ.
2.90 લાખ સહિત 7.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરીએ સ્ટાફ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા હજીરા સર્કલ પર આવેલા આયેશા કરીમ કોમ્પલેક્ષ માં ડિવાઇન સ્પા નામના મસાજ પાર્લરની આડમાં દેહવેપાર ધમધમતો હોવાની બાતમી મળતા ડમી ગ્રાહક સ્પામાં મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો ડિવાઇન સ્પામાં દેહવેપાર માટે લાવવામાં આવેલ બે યુવતીઓ સાથે સ્પાની સંચાલક પ્રતિમાદેવી સંતોષ મિશ્રા (રહે,દિલ્હી)ને ઝડપી પાડી સ્પામાંથી મળેલ રોકડ રકમ રૂ.4600 અને સ્પાના સીસીટીવી કેમેરાનું ડીવીઆર જપ્ત કરી સ્પા માલિક દીપક હિંમતારામ થાવલાને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે




