GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: અંધારિયા વાતાવરણ અને સતત વરસાદ વચ્ચે આશ્રયસ્થાનોનું જિલ્લા કલેક્ટર અને મનપાનાં કમિશ્નરનું સતત મોનિટરિંગ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ધોધમાર વરસાદ વચ્ચે કલેક્ટર મનીષ ગુરવાની અને મનપા કમિશનર જ્યેશ ઉપાધ્યાય મેદાનમાં; મોડી રાત્રે ભક્તાશ્રમ આશ્રયસ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત નાગરિકોની સુવિધાઓની સમીક્ષા કરી

નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. ભારે વરસાદ અને અંધારિયા વાતાવરણ વચ્ચે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મોડી રાત્રે પણ રાહત અને બચાવ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે નવસારીના ભક્તાશ્રમ આશ્રયસ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત નાગરિકોની સુખાકારી અને ઉપલબ્ધ સુવિધાઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરાયેલા નાગરિકો સાથે કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. તેમણે રહેવાની વ્યવસ્થા, ભોજન, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ અંગે સ્થળાંતરિત પરિવારો સાથે સીધી વાતચીત કરી હતી.

કલેક્ટરશ્રીએ સ્થળ પર હાજર અધિકારીઓને સૂચના આપી હતી કે વરસાદની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આશ્રયસ્થાનોમાં રહેતા દરેક નાગરિકને તમામ જરૂરી સુવિધાઓ સમયસર અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ઉપલબ્ધ રહે તેની સતત દેખરેખ રાખવામાં આવે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર જેવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધોધમાર વરસાદ વચ્ચે કલેક્ટર મનીષ ગુરવાની મેદાનમાં; મોડી રાત્રે ભક્તાશ્રમ આશ્રયસ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત નાગરિકોની સુવિધાઓની કરી સમીક્ષા

પેટા હેડલાઇન:

અંધારિયા વાતાવરણ અને સતત વરસાદ વચ્ચે રાહત કામગીરીનું સતત મોનિટરિંગ; ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ

નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. ભારે વરસાદ અને અંધારિયા વાતાવરણ વચ્ચે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મોડી રાત્રે પણ રાહત અને બચાવ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે નવસારીના ભક્તાશ્રમ આશ્રયસ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત નાગરિકોની સુખાકારી અને ઉપલબ્ધ સુવિધાઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરાયેલા નાગરિકો સાથે કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. તેમણે રહેવાની વ્યવસ્થા, ભોજન, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ અંગે સ્થળાંતરિત પરિવારો સાથે સીધી વાતચીત કરી હતી.

કલેક્ટરશ્રીએ સ્થળ પર હાજર અધિકારીઓને સૂચના આપી હતી કે વરસાદની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આશ્રયસ્થાનોમાં રહેતા દરેક નાગરિકને તમામ જરૂરી સુવિધાઓ સમયસર અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ઉપલબ્ધ રહે તેની સતત દેખરેખ રાખવામાં આવે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર જેવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!