GUJARATSAGBARA

નામગીર પ્રાથમિક શાળામાં મૂળભૂત સુવિધાઓનો અભાવ, એક જ ઓરડામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર.

નામગીર પ્રાથમિક શાળામાં મૂળભૂત સુવિધાઓનો અભાવ, એક જ ઓરડામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર.

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નામગીર ગામની પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ આ શાળામાં વિદ્યાર્થીઓ મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ગામલોકોના જણાવ્યા મુજબ શાળામાં પૂરતા વર્ગખંડો ન હોવાથી ધોરણ 1થી 5 સુધીના તમામ વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસાડી શિક્ષણ આપવામાં આવે છે. અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓ એક જ રૂમમાં અભ્યાસ કરતા હોવાથી શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શાળામાં પીવાના સ્વચ્છ પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી. મધ્યાહન ભોજન બનાવવા તેમજ વિદ્યાર્થીઓને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને રોજિંદી કામગીરી દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક ગ્રામજનોએ આ સ્થિતિ સામે ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક તરફ સરકાર દ્વારા શિક્ષણ અને ગ્રામ વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારની શાળાઓમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ અને તાત્કાલિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

ગામલોકોએ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગને શાળામાં નવા વર્ગખંડોનું નિર્માણ, પીવાના પાણીની કાયમી વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની માં

ગ કરી છે.

Back to top button
error: Content is protected !!