GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર વાત્સલ્યમૂ ન્યૂઝની અસર: 108 કર્મચારીની ઈમાનદારી રંગ લાવી,

 

WAKANER:વાંકાનેર વાત્સલ્યમૂ ન્યૂઝની અસર: 108 કર્મચારીની ઈમાનદારી રંગ લાવી,

₹7,015 રોકડ અને દસ્તાવેજો સહિતનું પાકીટ માલિકને પરત

મોરબી: આજના સમયમાં જ્યાં ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળવાની આશા ઓછી રહેતી હોય છે, ત્યાં 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસના કર્મચારી મેર પ્રવીણ બચુભાઈએ ઈમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ત્રાજપર ચોકડી વિસ્તારમાં તેમને એક જેન્સનું પાકીટ મળ્યું હતું, જેમાં ₹7,015 રોકડ રકમ, આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો હતા. પાકીટના સાચા માલિકને શોધવા માટે તેમણે પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે વાત્સલ્યમૂ વેબ પોર્ટલ એન્ડ ન્યૂઝ પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ એક જાગૃત વાચકે 108 કર્મચારી નો ટેલિફોનિક સંપર્ક કર્યો.

ત્યારબાદ આજે સવારે યોગ્ય ઓળખની ખાતરી કર્યા બાદ પાકીટના માલિક કૈલા મનોજભાઈ પ્રેમજીભાઈ ને ₹7,015 રોકડ તેમજ તમામ દસ્તાવેજો અક્ષત હાલતમાં પરત સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માલિકે 108 કર્મચારીની પ્રામાણિકતા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર ઘટના એ સાબિત કરે છે કે સમાજમાં આજે પણ ઈમાનદારી, માનવતા અને સેવાભાવ જીવંત છે. દર્દીઓની સેવા સાથે સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવતા 108ના કર્મચારી મેર પ્રવીણ બચુભાઈએ માત્ર એક પાકીટ પરત આપ્યું નથી, પરંતુ લોકોના વિશ્વાસને પણ વધુ મજબૂત બનાવ્યો છે.

આવી પ્રેરણાદાયી ઘટનાઓ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને નિઃસ્વાર્થ સેવા તથા પ્રામાણિકતા જેવા મૂલ્યોને વધુ ઉજાગર કરે છે. 108 જેવી જીવનરક્ષક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની આવી કાર્યશૈલી સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.

Back to top button
error: Content is protected !!