GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવત અને ‘સામે કેમ જુએ છે’ બાબતે યુવક પર હુમલો, ત્રણ સામે ગુનો નોંધાયો

 

MORBI:મોરબી જૂની અદાવત અને ‘સામે કેમ જુએ છે’ બાબતે યુવક પર હુમલો, ત્રણ સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી રોડ પર જૂની અદાવત અને “સામે કેમ જુએ છે” જેવી સામાન્ય બાબતને લઇને એક યુવક પર તીક્ષ્ણ અને જાનલેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ યુવકને ઘેરીને લોખંડના ઘણ અને પાઇપ વડે ગંભીર માર માર્યો હતો, જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય સામે આવેલી સુમતીનાથ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય હરેશભાઈ જલાભાઈ દેવસુરે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી અને મકબુલ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જૂની અદાવત: ફરિયાદીને આરોપીઓ સાથે આજથી પાંચ-છ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ થયેલી છે.તાજેતરનો બનાવ: બે દિવસ પહેલાં ફરિયાદી અને આરોપીઓ રસ્તા પર સામસામે આવી જતાં એકબીજા સામે જોવા બાબતે કાતરૂ માર્યું હતું.હુમલો: ત્યારબાદ રસ્તા પર આરોપીઓએ ફરિયાદીને ઘેરી લઈ લોખંડના ઘણ તથા પાઈપ વડે જમણા પગે, ડાબા પગે તેમજ ખંભાના ભાગે નિર્મમ માર માર્યો હતો.આ હુમલામાં ફરિયાદી હરેશભાઈના જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે હરેશભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!