GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર સીટી પોલીસે ચોરાયેલી ઇકો ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા: રૂ. ૩.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે

 

WAKANER:વાંકાનેર સીટી પોલીસે ચોરાયેલી ઇકો ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા: રૂ. ૩.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે

 

વાંકાનેર શહેરના દીગ્વિજયનગર (પેડક) સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલી સુઝુકી ઇકો ગાડીનો અનડીટેક્ટ ગુનો ઉકેલવામાં વાંકાનેર સીટી પોલીસને સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે બે આરોપીઓને પકડી પાડી રૂ. ૩,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગત તા. ૨૬/૦૭/૨૦૨૬ ના રોજ દીગ્વિજયનગર(પેડક) સોસાયટી, જશદણ સીરામીક બાજુની શેરીમાં રહેતા મનસુખભાઇ પોપટભાઇ બોચીયાની સફેદ-કાળા કલરની સુઝુકી ઇકો ગાડી (રજી. નં. GJ-36-L-1975, મોડલ ૨૦૧૮, કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-) ની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગયા હતા. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ગુનો અનડીટેક્ટ હોય, તેને ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે બનાવ વાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદ લીધી હતી.તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઢુવા નેશનલ હાઈવે બ્રીજ પાસેથી નીચે મુજબના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા:રાકેશ ઉર્ફે રોકી મગનભાઇ વાઢેર (ઉં.વ. ૩૨, રહે. દીગ્વિજયનગર, વાંકાનેર) જાવિદભાઇ ગફારભાઇ તરીયા (રહે. સિપાઇ શેરી, વાંકાનેર) પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરતાં તેઓએ જશદણ સીરામીક બાજુની શેરીમાં પાર્ક કરેલી ઇકો ગાડીની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. કબ્જે કરેલ મુદ્દામાલ સુઝુકી ઇકો ગાડી: કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન: કિંમત રૂ. ૧૨,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૩,૧૨,૦૦૦/-પોલીસે ભારતીય ન્યાય સહિંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો ડીટેક્ટ કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!