રાજપીપળામા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને ૭ મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત નર્મદા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ આયોજીત રાજપીપળા દેડિયાપાડા તિલકવાડા સાવલી ગરૂડેશ્વર તેમજ નાંદોદ જિલામા રહેતા સમસ્ત પ્રજાપતિ સમાજના

રાજપીપળામા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને ૭ મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત નર્મદા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ આયોજીત રાજપીપળા દેડિયાપાડા તિલકવાડા સાવલી ગરૂડેશ્વર તેમજ નાંદોદ જિલામા રહેતા સમસ્ત પ્રજાપતિ સમાજના ધો.૧૦/ ૧૨ અને અન્ય ફેકલ્ટી ડિગ્રીઓમા ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનો સન્માન અને સમાજના વયોવૃદ્ધ વડીલો (સિનિયર સિટીઝન)નો ૭ મો સ્નેહ મિલન કાર્યક્રમ તા.૦૨/૦૮/૨૦૨૬ ને રવિવાર ના રોજ રસિકભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્મ ની શરૂઆત કરવામાં આવેલ. નર્મદા જિલ્લા રાજપીપળા પ્રજાપતિ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મંત્રી વિનોદચંદ્ર, કૃષ્ણકાંતભાઈ, મહેન્દ્ર ભાઈ પૂર્વપ્રમુખ નર્મદા,હર્ષદભાઈ વડોદરા સહીત સંઘના કારોબારી સભ્યોની ઉપસ્થિતિ મા સમાજના દાતાઓ દ્વારા ઉચ્ચ નંબરે પાસ થયેલ તેજસ્વી તારલાઓને થર્મોશ,પાણીની બોટલ,ટ્રોફી, સર્ટિફિકેટ,ફોલ્ડર ફાઈલો આપીને સન્માનિત કરેલ.રાકેશભાઈ RSS અધ્યક્ષ ભરૂચ,પ્રમુખ મનસુખભાઈ ભરૂચ, હરેશભાઈ ગઢીયા પાટણ, તિલકવાડાના PI રાગીણીબેન સહીત સમાજના આગેવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530







