GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપાઈ.

 

MORBI:વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપાઈ.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની દ્વિદિવસીય બેઠક તા. ૧ ઑગસ્ટથી ૨ ઑગસ્ટ દરમિયાન શ્રી જોગધ્યાનપુરા આશ્રમ, થાનગઢ ખાતે યોજાઈ હતી જેમાં બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને નીચે મુજબની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં આશિષસિંહ અનોપસિંહ જાડેજા (મોરબી) ને વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સહ સંયોજક તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા તેમજ તેજલબેન યશવંતભાઈ કંજારિયા ને વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા તેમજ પરેશભાઈ મુગટલાલ રાવલ (હળવદ પ્રખંડ) ને વિહિપ મોરબી જિલ્લા મંત્રી તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા તેમજ દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ (મોરબી) ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા અને માનસીબેન જયેશભાઈ સોલંકી (ટંકારા પ્રખંડ) ને વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા.

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ કાર્યકર્તાઓ પોતાના નવા દાયિત્વનું સમર્પણ, નિષ્ઠા અને સેવાભાવથી સફળતાપૂર્વક નિર્વહન કરીને સંગઠનને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશો.

Back to top button
error: Content is protected !!