BANASKANTHAGUJARATPALANPUR

તલોદ તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્રારા સંગઠન પર્વ-2026ની ઉજવણી કરવામાં આવી

3 ઓગસ્ટ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

તલોદ તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્રારા સંગઠન પર્વ-2026ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિની પ્રેરણાથી તલોદ તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્રારા સંગઠનપર્વની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા સંચાલક મંડળના મહામંત્રી દિનેશપુરી ગોસ્વામી દ્રારા કરવામાં આવી, સંગઠન પર્વમાં સાબરકાંઠા જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ રમણભાઈ પટેલ, પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ , રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ સંગઠનનું મહત્વ દર્શાવવા તજજ્ઞ વક્તાઓમાં 1.પંકજભાઈ પટેલ 2.પંકજભાઈ ડી.પટેલ 3.ગજેન્દ્રભાઈ પટેલ
4.સુરેશભાઈ પટેલ
5.મહેન્દ્રભાઈ પટેલે
6. અજીતભાઈ પટેલે સંગઠનની પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો હતો, સમગ્ર કાર્યક્રમમાં તલોદ તાલુકાના સંચાલક મંડળના પ્રતિનિધિશ્રીઓ, આચાર્યશ્રીઓ, ઉ.મા.શિક્ષકો.માધ્યમિક શિક્ષકો અને બિન શૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા આચાર્ય સંઘના ઉપ પ્રમુખ ડો.આકાશભાઈ પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ *આયોજનનો ભોજન સહિતનો ખર્ચ તલોદ તાલુકા શાળા સંચાલક મંડળના સર્વે આદરણીય વડીલો* *દ્રારા કરવામાં આવ્યો હતો* જેનો જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ અને તાલુકા શૈક્ષણિક સંકલન સમિતિએ રાજ્યમાં સંગઠન પર્વની શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!