HALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે મેન્ટેનન્સના કારણે આગામી 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેશે, ભક્તોએ ચઢવા પડશે પગથિયાં

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૮.૨૦૨૬

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે ચાલતી રોપ-વે સેવા આજે 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, રોપ-વેના વાર્ષિક અને ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ સેવા ચોક્કસ સમયગાળા માટે મોકૂફ રાખવામાં આવી છે.રોપ-વે સેવા બંધ રહેવાના કારણે માં કાલીના દર્શને આવતા માઈભક્તોએ ફરજિયાતપણે પગથિયાં ચઢીને જ માતાજીના દરબારમાં પહોંચવું પડશે.મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપ-વે સેવા ફરી પૂર્વવત (રાબેતા મુજબ) શરૂ કરી દેવામાં આવશે. જેથી દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને આ બાબતની નોંધ લઈ પોતાની યાત્રાનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!