RAJKOT:જસદણમાં ગેરકાયદેસર બેલાની ખાણો પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: ૪ ટ્રેક્ટર અને ૭ ચરખી સહિત ₹૨૭ લાખનો મુદ્દામાલ સીઝ

RAJKOT:જસદણમાં ગેરકાયદેસર બેલાની ખાણો પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: ૪ ટ્રેક્ટર અને ૭ ચરખી સહિત ₹૨૭ લાખનો મુદ્દામાલ સીઝ
રાજકોટ રેન્જ ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના મુજબ રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડા પાડીને કુલ ₹૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI શ્રી બી.સી. મીયાત્રા તથા તેમની ટીમ (કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા, અનિરૂદ્ધસિંહ જાડેજા અને નિકુલભાઈ પંપાણિયા) ચોક્કસ બાતમી આધારે તપાસમાં હતા. આ દરમિયાન જસદણ તાલુકાના દેવપરા અને લીલાપર ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ પથ્થર (બેલા) ની ૩ ખાણો ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો.
આ ગેરકાયદેસર ખાણો (૧) પૂનમ વાછાણી, (૨) મગન વાછાણી અને (૩) અંકિત વાછાણી દ્વારા ચલાવવામાં આવી રહી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી એક ટ્રેક્ટર ચાલક સંજય ભાયાભાઈ જતાપરા (રહે. દેવપરા) ને ઝડપી પાડવામાં આવ્યો છે.
જપ્ત કરાયેલ સાધન-સામગ્રી: ૪ ટ્રેક્ટર: – GJ-13-CF-1537 – GJ-03-JR-0658 અન્ય ૨ ટ્રેક્ટર (ચેસિસ નંબર વાળા) ૭ ચરખીઓ કુલ કિંમત: ₹૨૭,૦૦,૦૦૦/- (રૂપિયા સત્તાવીસ લાખ) રાજકોટ રેન્જ ટીમે મુદ્દામાલ સીઝ કરી આરોપી ડ્રાઇવરને હસ્તગત કર્યો છે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરૂરી રોજકામ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









